વાઘોડિયા : વડોદરાના યુવાન સાથે સૃષ્ટીવિરુઘ્ઘનુ કૃત્ય

એન્ડ્રોઈડ મોબાઈલની એપ્લીકેશનથી મિત્રતા રચી વડોદરાના જમીનબ્રોકરને જમીન બતાવવાની લાલચે બોલાવી પિપડીયા ગામની સિમમા લઈ જઈ બે અજાણ્યા ૨૨ થી ૨૩ વર્ષના ઈસમોએ સિમમા લઈજઈ યુવાનને મારમારી તેની પાસેથી દોઢ તોલાની સોનાની ચેન, મોબાઈલ અને રોકડી લુંટ ચલાવી હતી.ઊપરથી યુવાનના કપડા કાઢી નગ્ન કરી આ ઈસમોએ સૃષ્ટી વિરુઘ્ઘનુ કૃત્ય આચર્યુ હતુ.ભોગ બનનાર યુવાન પાસેથી સોનાની ચેન, મોબાઈલ અને રોકડ આશરે 73 હજારની મત્તા લુંટી લિઘા બાદ. . . ભોગ બનનાર યુવાનના અશ્લીલ ફોટા અને વિડીયો ઊતારી વાયરલ કરવાની ઘમકી આપી વધુ 50 હજારની માંગણી કરી હતી . .જેથી યુવાને બીજે દિવસ રુપીયા આપીશ તેમ કહિ તેવોના ચુંગાલમાંથી છુટ્યો હતો. ભોગબનનાર યુવાને વાઘોડિયા પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરીઆદ નોંઘાવી હતી. વાઘોડિયા પોલીસે પિપડીયારોડ પર આવેલ દુકાનોના CCTV ફુટેજની મદદથી આરોપીઓનુ પગેરુ શોઘવાની ક્વાયત્ હાથ ધરી છે.