વાપીની હોસ્પિટલના સંચાલકે કોરોના દર્દીના મૌત બાદ બાકી બિલની રકમ માટે ગાડી ગીરવે મુકાવી

વાપીની હોસ્પિટલના સંચાલકે કોરોના દર્દીના મૌત બાદ બાકી બિલની રકમ માટે ગાડી ગીરવે મુકાવી

વૈશ્વિક કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જેને લઇ નાનાથી લઇ મોટા, ગરીબથી લઇ પૈસાદાર, સંતથી લઇ ફકીર સૌ કોઈ મહામારીમાં પરેશાન છે ત્યારે કેટલાક લોકો મદદગારી કરી માનવતા દર્શાવી રહ્યા છે તો કેટલાક લોકો મહામારીના સમયમાં તકનો લાભ લઈ માનવતાને શર્મસાર કરી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના વલસાડ જિલ્લામાં સામે આવી છે જ્યાં એક ખાનગી હોસ્પિટલના સંચાલકો ઉપર દર્દીના સંબંધીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે કે કોરોના દર્દીના મોત બાદ હોસ્પિટલના સંચાલકોએ પહેલા બીલની ચૂકવણી પછી જ મૃતદેહ સોંપવાની વાત કરી હતી જે માટે સંબંધીઓ પાસે પુરતા પૈસા ન હોય હોસ્પિટલ સંચાલકોએ તેની કાર કબજામાં રાખી લીધી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.


hospital
વાપીની 21 સેન્ચુરી હોસ્પિટલમાં એક અઠવાડિયા પહેલા સરીગામના શંકાસ્પદ કોરોના દર્દીને દાખલ કરવામા આવ્યો હતો જેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું હતું જે બાદ દર્દીના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપવામા હોસ્પિટલ સંચાલકોએ માનવતા નેવે મુકી દાદાગીરી કરી હોવાનો આક્ષેપ કરતા મૃતકના પરિવારજનો કહેવું હતું કે, 21 સેન્ચુરી હોસ્પિટલના સંચાલકોએ અંતિમ સંસ્કાર માટે મૃતદેહની સોંપણી કરતા પહેલા હોસ્પિટલનું બાકી બીલ ચુકવવાનું કહ્યું હતું. અમારી પાસૈ પૂરતા પૈસા ન હોય અમે કહ્યું હતું કે અમે પછી ચુકવી આપીશું. તો હોસ્પિટલના સંચાલકોએ અમારી પાસે કાર હતી તે ગીરો રાખવા કહ્યું હતું જેને લઇ હોસ્પિટલ સંચાલકોએ અમારી કાર ગીરો રાખી લેતા અમારે ચાલીને ઘરે જવાની ફરજ પડી હતી.
હોસ્પિટલ સંચાલકોની બેજવાદારી સામે હતી જ્યાં સામાન્ય રીતે કોવિડની સારવાર દરમિયાન કોઈ દર્દીનું મૃત્યુ નિપજે તો તેમના પરિવારજનોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સ મુજબ સ્મશાનગૃહ પર અંતિમવિધિ થતી હોય છે. પરંતુ આ બનાવમાં હોસ્પિટલ સંચાલકો તરફથી પરિવારજનોને જ મૃતદેહ સોંપી દેતા હોસ્પિટલ સંચાલકોની બેદરકારી સામે આવી છે.
વાપીની 21st સેન્ચુરી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ પાસે બાકી બીલના નાણાના બદલામાં કાર ગીરો રાખવાને લઇ હોસ્પિટલના એમડી ડોકટર અક્ષય નાડકર્ણીએ કહ્યું હતું કે હોસ્પિટલમાં કોવિડના શંકાસ્પદ લક્ષણો સાથે એક દર્દીને દાખલ કરવામા આવ્યું હતું જે બાદ તેમની સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ દર્દીના પરિવારજનોને કાર સોંપી દેવામા આવી છે.