વિસાવદર : PGVCL કર્મચારીઓના કામમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવતા વિરોધી નેતાઓ

વિસાવદર પંથક મા pgvcl ના કર્મચારીઓ ના કામમાં ખોટો જશ ખાટવા અમુક વિરોધી નેતાઓ ફોટા પડાવી રહ્યા હોવાની વાત ને લઇ pgvcl ની કામગીરી જૂનાગઢ કલેકટર, પ્રાંત અધિકારી , તંત્ર અને અને સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેવું જણાવતા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ
દવા હોય,ઑક્સિજન ના બાટલા હોય ,કે પછી દર્દી અને દર્દી ના સગા માટે અત્યાર સુધી ચાલતી ભોજન વ્યવસ્થા કરનારા કિરીટ ભાઈ પટેલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે નેતાઓ ફોટા પડાવવા માટે પહોંચે છે તેના માટે મીડિયા અને લોકોને જણાવ્યું હતું કે વિસાવદર નો જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ પ્રમાણમાં નુકશાની થયેલ છે જે વિસ્તારમાં છ જનરેટર ખાદ્ય સામગ્રીઓ ગામડામાં પીવાના પાણી સુવિધા જળવાઈ રહે એના માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે .
અને સરકારી વહીવટીતંત્ર પણ આમાં ખૂબ જ સારી મહેનત કરી રહ્યું છે .ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે વાવાઝોડાને લઈ અને મદદરૂપ થવા માટે જે કામગીરી થઇ રહી છે તે ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારી, અને કલેકટરની સૂચનાથી સમગ્ર વહીવટીતંત્ર વિસાવદર પંથકમાં ગામડાઓમાં લાઇટની વ્યવસ્થા થાય તેના માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે અમુક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે નેતાઓ છે તે પહેલાં pgvcl ના કર્મચારીઓને ગાળો આપતા લોકો .
હાલમાં કપરા સમય માં ફોટા પડાવવા માટે pgvcl ના કર્મચારીઓ સાથે રહી અને કે ગામ મા લાઈટ ચાલુ થવાની હોઇ તે ગામની માહિતી મેળવી એક કલાક પહેલા ત્યાં પહોંચીને ફોટા પડાવી ખોટો જશ ખાટવા અમે લાઈટ ચાલુ કરાવી છે અને અમે ટીમ રવાના કરી છે .આં વાત તદ્દન પાયા વિહોણી છે કારણ કે જે PGVCL ની ટીમો છે તે ઉતર ગુજરાત માંથી બોલાવવામાં આવી છે.આં તમામ ટીમો ગુજરાત સરકાર દ્વારા મોકલવામાં આવી છે.અને તાત્કાલિક પાયાના ધોરણે દરેક ગામમાં લાઈટ મળી રહે તે પ્રયત્નો pgvcl ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ..