વિસાવદર : આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ

વિસાવદર પે.સેન્ટર કન્યાશાળા ખાતે શહેર ભાજપ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલ કોવિડ આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સિલિન્ડર ની વ્યવસ્થા કરવામાં આવી
વિસાવદર શહેર ભાજપ પરિવાર દ્વારા પે.સેન્ટર કન્યાશાળા ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સિલિન્ડર ન હોય ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની સૂચનાથી વિસાવદર શહેર ભાજપ દ્વારા 5 જેટલા ઓક્સિજન સિલિન્ડર ની વ્યવસ્થા કરવામાં આવી અને હાલ તે પે.સેન્ટર કન્યાશાળા ખાતે કોરોના ના દર્દી માટે મુકી દેવામાં આવ્યા છે
આ તકે વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ડોબરીયા,વિસાવદર શહેર ભાજપ પ્રમુખ કમલેશ વાઘેલા ,રસિક પરમાર,તેજસ ગણાત્રા તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી