વિસાવદર : ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ નેસ વિસ્તારની મુલાકાત લીધી

ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ વિસાવદર પંથકમાં આવેલા વાવાઝોડાથી નુકસાન થયેલ નેસ વિસ્તારની મુલાકાત લીધી
આજરોજ વિસાવદર ના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા વિસાવદર પંથકમાં માં આવતા ખાભડા નેસ, સૂવેડીનેસ, લીલાપાણી નેસ, કાદવાડીનેસ અને વાકલા નેસ અને માલધારીઓની મુલાકાત લીધી હતી અને જંગલ વિસ્તારના નેસમાં વસતા માલધારીઓ ની શું જરૂરિયાત છે અને વાવાઝોડાથી શું નુકસાન થયું છે તેની વાસ્તવિકતા માલધારીઓ પાસેથી ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ જાણી હતી