વિસાવદર : નેસ વિસ્તારોના માલધારીઓને રાશન કીટનું વિતરણ કરાયું

વિસાવદર પંથકના વાવાઝોડા થી નુકસાન થયેલ નેસ વિસ્તારોના માલધારીઓ ને નિશાબેન હર્ષદભાઈ રીબડીયા રાસન કીટનું વિતરણ કરેલ
આજરોજ વિસાવદરના ધારાસભ્યશ્રી ના ધર્મ પત્ની નિશાબેન હર્ષદભાઈ રીબડીયા દ્વારા વિસાવદર પંથકનાં નેસ વિસ્તાર જેવાકે ખાંભડા નેસ, સૂવેડી નેસ, લીલાપાણી નેસ, કાદવાડી નેસ અને વાકલા નેસમાં જય ત્યાંના ત્યાં વસતા માલધારી લોકો સાથે વાતચીત કરી હતી.અને ત્યાંના માલધારીઓની વેદના સાંભળી હતી.અને નિશાબેન હર્ષદભાઈ રીબડીયા દ્વારા નેસમાં વસતા માલધારીઓને રાસન કીટ વિતરણ કરવામાં આવી હતી.અને નેસના માલધારીઓને ઘટતી વસ્તુઓનું લીસ્ટ બનાવ્યું હતું અને તે ઘટતી વસ્તુ બે થી ત્રણ દિવસમાં માલધારીઓને ત્યાં પહોંચતી કરવામાં આવશે તેવું નિશાબેન હર્ષદભાઈ રીબડીયા દ્વારા જણાવવામાં આવ્યું