વિસાવદર : સંજય ગૌસ્વામી ઉર્ફે ગુજ્જુ કોમેડી ગુરુએ મેળવી સફળતા

કોરોનાની મહામારી એ સમગ્ર દેશ દુનિયાને ચિંતામાં ગરકાવ કરી દીધું છે ત્યારે એક અનોખી વ્યક્તિ કે જેણે કોરોના કાળમાં સોશીયલ મીડીયા ના માધ્યમ થકી હાસ્યરસ સાથે માર્મિક ટકોર કરી દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓના હૃદયમાં જબરુ સ્થાન મેળવ્યું છે.
કોરોના ની કારમી થપાટ, લોકો સતત ભયના ઓથાર તળે જીવી રહ્યા છે સેંકડો લોકો મોતને ભેટી રહ્યા છે, અસંખ્ય લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યા છે, હજારો લોકો સારવાર હેઠળ છે, કોરોના ગ્રસ્ત પરિવારજનો ઇન્જેક્શન માટે પોતાના પરિવારજનોની ચિંતા માં દર દર ભટકી રહ્યા છે ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં લોકો ઘરમાં રહે અને સુરક્ષિત રહે એ જ આ સમય માટે યોગ્ય છે ઘરમાં રહીને કોરોના ની ચિંતામાંથી બહાર નીકળવા માટે માર્મિક હાસ્ય, મનોરંજન જરૂરી છે આવુ માર્મિક હાસ્ય અને મનોરંજન પીરસવામાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડીયા ગામના અને ઈશ્વરીય ગીર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક સંજય ગૌસ્વામી ઉર્ફે ગુજ્જુ કોમેડી ગુરુ એ સફળતા મેળવી છે છેલ્લા એકાદ વર્ષથી પોતે એકલા જ મોબાઈલ મારફત અલગ-અલગ વિડિયો બનાવી કોરોના, ચાઇના અને પાન મસાલા તમાકુ વિશેની માર્મિક ટકોર કરતા હજારો વિડિયો બનાવી પોતાના લાખો ચાહકો ઊભા કર્યા છે અને ગુજરાતીઓ તેને સબ્સ્ક્રાઇબ કરી ખુબ જ બિરદાવી રહ્યા છે
વ્યવસાયે સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય ગોસ્વામી ઉર્ફે ગુજ્જુ કોમેડી ગુરુ ને સોશિયલ મીડિયામાં લાખો સબસ્ક્રાઈબર થવા બદલ વધારાની આવક પણ ચાલુ થઈ છે અને તે આવકમાંથી સંજયભાઈ ગોસ્વામી ઉર્ફે ગુજ્જુ કોમેડી ગુરુ એ મુંગા પશુ પક્ષી પ્રાણી ઓની સેવા કરવાનો પણ અનોખો યજ્ઞ શરૂ કર્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી થકી જે આવક થાય તેમાંથી સંજયભાઈ તેના ગામના તથા બહારગામના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક તથા અભ્યાસમાં જરૂરી એવી આર્થિક મદદ પણ કરી રહ્યા છે સામાન્ય શિક્ષક જેવા સંજય ભાઈ ઉર્ફે ગુજ્જુ કોમેડી ગુરુ એ એક વર્ષમાં પોતે માર્મિક ટકોર સાથે હાસ્ય રસ પીરસી ગુજરાત અને વિદેશમાં પણ ગુજરાતીઓના હૃદયમાં આગવું સ્થાન ધરાવતા માં ટૂંકા સમયમાં મોટી સફળતા મેળવી છે
આમ સંજય ગોસ્વામી ઉર્ફે ગુજ્જુ કોમેડી ગુરુ એ જ્ઞાન સાથે ગમ્મત કરી પોતાની અલગ નામના મેળવી અને ગુજરાતીઓને એક સારું મનોરંજન પિરસી વધારાની આવક ઊભી કરી અને તે આવક નો સદુપયોગ કરી કોરોના નો કપરો સમય સાચા અર્થમાં સાર્થક કર્યો છે અને કરાવ્યો છે