વિસાવદર : સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ યોજાયો

વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ G.M.I.R.S. મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ જૂનાગઢ ના માનસિક વિભાગ દ્વારા NCD વિભાગ વિસાવદર ખાતે નેશનલ મેન્ટલહેલ્થ પ્રોગ્રામ અંતર્ગત માનસીક સ્વાસ્થ્ય સંબંધી કેમ્પ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ડૉ. સોહમ બુચ, સાયકોલોજિસ્ટ સુમિત વડસરિયા અને સોસીયલ વર્કર ચિરાગ માકડિયા દ્વારા વિવિધ માનસિક રોગો તેને લગતી સમસ્યાઓ માટે ની સારવાર માટે દવા અને કાઉસેલિંગ કરવામાં આવ્યું હતું.
તેમજ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો આ કેમ્પ ને સફળ બનાવવા વિસાવદર CHC અધીક્ષકશ્રી ડો.ફૂલેત્રા સાહેબ. ડો . ગરચર અને સતીષ આર સાંકળિયા DEO તેમજ સોસા માવજી એસ કાઉન્સેલર અને શ્યારા મિરલ સ્ટાફ નર્સ એ જહેમત ઊઠાવી હતી