શહેરા : સ્થાનિક સ્વરાજની ચુંટણી ને લઇ વહીવટી તંત્ર સજ્જ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શહેરા નગરપાલિકાની ૨૪ પૈકીની ૨૨ બેઠકો, તાલુકા પંચાયતની ૩૦ પૈકીની ૧૯ બેઠકો અને જિલ્લા પંચાયતની ૭ પૈકીની ૪ બેઠકો આમ ૪૫ બેઠકો માટે આ ત્રણેય સંસ્થાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી કાલે યોજાવાની છે, ત્યારે ચુંટણીમાં મતદારો ભયમુક્ત રીતે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, શહેરા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ૧૯૭ મતદાન મથકો પર ૧૯૭ પ્રેસાઈડીંગ ઓફિસર, ૧૯૭ આસિસ્ટન્ટ પ્રેસાઈડીંગ ઓફિસર સહિતના કર્મચારીઓ ઈ.વી.એમ મશીન સહિતની જરૂરી ચીજવસ્તુઓ લઈને રવાના થયા હતા અને કુલ ૧૩૦૦ જેટલા કર્મચારીઓ મતદાન મથકો પર ફરજ બજાવશે,જ્યારે મતદાન મથકો ઉપર કર્મચારીઓને નિયત સ્થળે પહોંચાડવા માટે ૩૩ બસો અને ૪૧ અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે,તો ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજાય તે માટે ૧ ડી.વાય.એસ.પી, ૨ પી.આઈ., ૪ પી.એસ.આઈ. અને જી.આર.ડી., હોમ ગાર્ડ સહિત ૫૦૦ ઉપરાંત પોલીસ કર્મીઓ ફરજ બજાવશે જ્યારે SRP, CISF તેમજ આર્મીના ૬૨ જેટલા જવાનો પણ તૈનાત રહેશે.