સુરત : અમરોલી કોલેજ ખાતે એક ભવ્ય મહિલા અને બ્રહ્મ સંમેલનનું આયોજન

દુર્ગાસેના દ્વારા 10 હજાર મહિલાઓને આર્થિક સક્ષમ આત્મનિર્ભર બનાવવા માટે એક ભવ્ય સંમેલનનું આયોજન કરાનાર છે. અમરોલી કોલેજ ખાતે યોજાનર આ દર્ગાસેનાના ભવ્ય સંમેલનમાં અનેક ભુદેવોને જોડાનાર હોવાનું પણ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું.
દુર્ગાસેના દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું કે સુરતના આંગણે દુર્ગાસેના દ્વારા રવિવારના રોજ અમરોલી કોલેજ ખાતે એક ભવ્ય મહિલા અને બ્રહ્મ સંમેલનનું આયોજન કરાનાર છે. અને આ સંમેલન યોજવાનું હેતુ એ છે કે આગામી સમયમાં અમદાવાદથી 35 કિલો મીટર દુર એક ફેક્ટરી 10 કરોડના ખર્ચે નિર્માણ કરાઈ રહી છે. આ ફએક્ટરીમાં બનેલી પ્રોડક્ટ 10 હજાર મહિલાઓને કોઈપણ જાતના રોકાણ વગર અપાશે. આ પ્રોડક્ટના વેચાણથી મહિલાઓ મહિને 10 થી 20 હજાર રૂપિયાની આવક મેળવી શકશે. તો બ્રહ્મસેનાના સ્થાપક ભાવેશ રાજ્યગુરૂએ જણાવ્યુ હતું કે હાલમાં એક સર્વે મુજબ સમાજની દીકરીઓ અન્ય જ્ઞાતિમાં પરણી રહી હોય જેથી એક વેબસાઈટ પણ બનાવાશે. અને સમાજમાં જો આ બાબતની જાગૃતિ ન લવાશે તો આવનાર 2040 સુધીમાં જ્ઞાતિનું અસ્તિત્વ પણ અઘરૂ છે. સુરતના તમામ પેટા જ્ઞાતિના અગ્રણીઓ, સમાજના અલગ અલગ સંગઠન મહિલા સંગઠનના સહયોગથી સુરતમાં ભવ્ય સંમેલનનું આયોજન કરાયુ છે. તો દક્ષિણ ગુજરાતમાં 14 લાખ જેટલી બ્રહમણ સમાજની વસ્તી છે. આ બ્રહ્મણ સમાજને એક કરવા હવે દરેક તાલુકા જીલ્લા કક્ષાએ સંમેલન કરવાનું આયોજન દુર્ગાસેના દ્વારા થનાર છે. 40 પ્રદેશ કારોબારી મેમ્બર અને 800 મુખ્ય સંયોજક દક્ષિણ ગુજરાતમાં બનાવી સંગઠનને વધુ સક્ષમ બનાવવાનો નિર્ણય પણ કરાયો છે.
વધુમાં સમાજને એક તાંતણે લાવવા માટે દુર્ગાસેના સમગ્ર ગુજરાતમાં સંગઠનની રચના કરવા અને જનમત ઉભો કરવા અલગ અલગ શહેરોમાં સંમેલન પણ કરી રહ્યું છે.