સુરત : આઈસોલેશન સેન્ટરમાં એમ્બ્યુલન્સમાં આવેલા યુવાન દર્દી થયો સાજો

કોરોનામાં સપડાયા બાદ સુદામા ચોક ખાતે આવેલ આઈસોલેશન સેન્ટરમાં સારવાર બાદ એમ્બ્યુલન્સમાં આવેલા યુવાન દર્દી સાજો થતા પરિવારજનો દ્વારા ઘોડેસવારી સાથે દર્દીને ઘરે લઈ જવાયો હતો.
કોરોનાની મહામારીમાં બાળકોથી લઈ યુવાઓ અને વૃદ્ધો સપડાઈ રહ્યા છે ત્યારે ગત 27મી એપ્રિલના રોજ વેલંજા ખાતે રહેતો 28 વર્ષિય કેતન રંગાણી એમ્બ્યુલન્સમાં સુદામા ચોક ખાતે આવેલ કોવિડ આઈસોલેશન સેન્ટરમાં સારવાર માટે આવ્યો હતો. જ્યાં તબીબોની અને સ્વંયસેવકોના દેખરેખ હેઠળ કેતન રંગાણીએ 2 મેના રોજ કોરોનાને માત આપી હતી. કેતન રંગાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવતા એસીપી પરમારના હસ્તે દાદા સોમનાથની સ્મૃતી ભેટ આપી રજા અપાઈ હતી. તો દર્દીને તેના પરિવારજનો દ્વારા ઘોડેસવારી કરી ઘરે લઈ જવાયો હતો.
વધુમાં કોરોનાને માત આપનાર કેતન રંગાણી ફરી આઈસોલેશન સેન્ટરમાં સ્વંયસેવક તરીકે કામ કરવા આવશે તેમ પણ જણાવ્યુ હતું.