સુરત : આપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી

આમ આદમી પાર્ટીમાં મોટાભાગના પાટીદાર આગેવાનો છે અને કોર્પોરેટરો પણ પાટીદાર છે. ત્યારે 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્ય7 ગોપાલ ઈટાલિયા સહિતનાઓ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે આવેલ સરદાર સાહેબની પ્રતિમાથી મીની બજાર ખાતે આવેલી પ્રતિમા સુધી એક યાત્રા કરી હતી. તો યાત્રા પહેલા પ્રતિમાનો અભિષેક પણ કરાયો હતો.
ભારત દેશ આઝાદ થયા બાદ 562 રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જ્યંતિની સુરતમાં ઉજવણી કરાઈ હતી. સુરતમાં શાસકો સાથે વિપક્ષોએ પણ સરદાર સાહેબના જન્મદિનની ઉજવણી કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રદેશ ગોપાલ ઈટાલીયા અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આપના કાર્યકરોએ રેલ્વે સ્ટેશન સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પંચામૃતથી અભિષેક કર્યા બાદ ત્યાંથી મીની બજાર ખાતે આવેલ સરદાર સાહેબની પ્રતિમા સુધી એક યાત્રા કરી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જ્યંતિ નિમિત્તે યોજાયેલ આમ આદમી પાર્ટીની યાત્રામાં મોટી સંખ્યામાં આપના કોર્પોરેટરો સહિત કાર્યકરો જોડાયા હતાં.