સુરત : ઉદ્યોગપતિએ સૌરાષ્ટ્રીયનો માટે આગળ આવી સેવાનો દોધ વરસાવ્યો

કોરોનાએ હાલ સમગ્ર રાજ્યને બાનમાં લીધુ છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હોય જેને લઈ સુરતના ઉદ્યોગપતિએ સૌરાષ્ટ્રીયનો માટે આગળ આવી સેવાનો દોધ વરસાવ્યો છે.
કોરોનાની બીજી લહેર સમગ્ર દેશની સાથે ગુજરાતને પણ બાનમાં લઈ રહી છે ગુજરાતના મોટા શહેરો સાથે હવે ગામડાઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા હાહાકારને લઈ સુરતના ઉદ્યોગપતિ એવા સૌરાષ્ટ્રીય પી.પી. સવાણી ગ્રુપના મહેશ સવાણી સહિત અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવી છે અને સૌરાષ્ટ્રમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રમાં જાતે અનેક જગ્યાએ આયસોલેશન સેન્ટરો શરૂ કરાનાર છે. હાલ સૌરાષ્ટ્રની તમામ હોસ્પિટલો ફુલ હોય જેને લઈ આઈસોલેશન સેન્ટરની શરૂઆત ઉભી થતા વતનની વ્હારે જવાનો નિર્ણય કરયો છે.
હાલમાં સુરતમાં પણ વધતા કોરોના સંક્રમણ વચ્ચે મહેશ સવાણી દ્વારા આઈસોલેશન સેન્ટરો શરૂ કરાયા હતા ત્યારે સૌરાષ્ટ્ર માટે પ કામગીરી કરી ખરેખર માનવતાના દર્શન મહેશ સવાણી દ્વારા કરાયા છે.