સુરત : એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિને આવેદન પત્ર આપી રજૂઆત કરી

ઓનલાઈન પરિક્ષાઓ કોલેજ સેન્ટર પર લેવાને બદલે વિદ્યાર્થીઓને અનુકુળ હોય ત્યાંથી લેવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી આગેવાનોએ કુલપતિને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
12 ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પડાયો હતો જેમાં જણાવ્યુ હતું કે આવનારી પરિક્ષાઓ વિદ્યાર્થીઓએ જે તે સેન્ટર પર જઈ આપવાની રહેશે. જે બાબતે એન.એસ.યુ.આઈ.ના આગેવાનોએ વિરઓધ નોંધાવ્યો હતો. અને જણાવ્યુ હતું કે હાલ આપણે રોજ બરોજના છાપાઓમાં અને ન્યુઝ ચેનલોમાં જોઈ રહ્યા છે કે કોરોનાના કેસોમાં ફરીથી સતત વધારો થઈ રહ્યો છે તથા આવી પરિસ્થિતિમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ દેખાઈ રહી છે. સાથે વિદ્યાર્તીઓ પરિક્ષાના સેન્ટરો પર જશે અને ત્યાં ભીડ એકઠી થશે એવામાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહે છે તો વિદ્યાર્થીઓનો સ્વાસ્થ્ય ખુબ જ જરૂરી બાબત છે જેથી વિદ્યાર્થીઓને અનુકુળ હોય એ જગ્યાએ પરિક્ષા લેવામાં આવે તેવી માંગ એન.એસ.યુ.આઈ. સભ્ય દ્વારા કરાઈ હતી.
એન.એસ.યુ.આઈ. દ્વારા કોરોનાની ત્રીજી લહેરની શંકા વ્યક્તિ કરી વિદ્યાર્થીઓની પરિક્ષાઓ તેમને અનુકુળ હોય ત્યાંથી લેવામાં આવે તેવી માંગ કરાઈ છે.