સુરત : કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાનો વિરોધ

કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાનો વિરોધ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિધાનસભા પ્રમાણે કોંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. જો કે વિરોધ કરનાર કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી.
પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલા ભાવ વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ શરૂ કરાયો છે. જેમાં કોંગ્રેસીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ કરાયો હતો. અને શુક્રવાર બાદ શનિવારે વિધાનસભા પ્રમાણે કોંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. સુરતમાં પણ કોંગ્રેસીઓ વિવિધ વિધાનસભાઓમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં ચોર્યાસી વિધાનસભામાં કોંગ્રેસી કાર્યકરોએ રસ્સીથી કાર ખેંચી પેટ્રોલ ડિઝલના વધતા ભાવનો વિરોધ કર્યો હતો. તો ઉધના ત્રણ રસ્તા ખાતે, પુણા સીતાનગર અર્ચના સ્કુલ પાસે, પુર્વ ઝોનમાં સલાબતપુરા ખાતે સહિતના વિસ્તારોમાં કોંગ્રેસીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. તો વિરોધ કરનાર કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી. લિંબાયત ખાતે પણ કોંગ્રેસીઓ દ્વારા વિરોધ કરાયો હતો.
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા તોતિંગ વધારાને લઈ આમ જનતાની કમર તુટી ગઈ છે જો કે તેમ છતા સરકાર મોંઘવારીને અંકુશમાં લેવામાં નિષ્ફળ નિવડી રહી હોય જેથી તાત્કાલિક પેટ્રોલ ડિઝલના વધતા ભાવ ઓછા કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.