સુરત : કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ દ્વારા તોડફોડ અને પુતળા દહન

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં કારમો પરાજય થયા બાદ કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ દ્વારા કરાયેલી તોડફોડ અને પુતળા દહનને લઈ કોંગ્રેસીઓમાં આઘાત લાગ્યુ હતું. અને નેતાઓ સામે આક્ષેપો કરનાર જ ભાજપનો એજન્ટ હોવાના આક્ષેપ સાથે તેની સામે પગલા લેવાની માંગ સાથે મોડી સાંજે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ નાનપુરા ખાતેના કાર્યાલયે ધસી ગયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતાં.
સુરત મહાનગર પાલિકાની સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને એક પણ બેઠક ન મળતા કોંગ્રેસીઓ આઘાતમાં સરી પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. નવા સિમાંકનને જોઈ પહેલાથી જ કોંગ્રેસીઓમાં અંદરો અંદર ગણગણાટ હતુ કે સરકાર દ્વારા જાણી જોઈને કોંગ્રેસની વોટ બેંક તુટે તેવો સિમાંકન કર્યુ છે. જો કે આ નવા સિમાંનને લઈ કોંગ્રેસને સુરતમાં કારમો પરાજય જોવા મળ્યુ છે. અને તેમાં મોટાભાગના ઉમેદવારો સરકાર સામે જ રોષ દાખવી રહ્યા છે. જો કે વોર્ડ નંબર 21ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર રેણુકાબેન સુરેશ કહારના પતિ સુરેશ કહારએ હારનો સમગ્ર દોષનો ટોપલો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પર નાંખી દીધો હતો. જેને લઈ અન્ય કોંગ્રેસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને અગાઉ પણ સુરેશ કહારને ટીકીટ આપી હતી ત્યારે પણ કારની હાર થઈ હતી. પોતાના વિસ્તારમાં કામગીરી ન કરી પ્રચારમાં પણ શાંત રહેલા સુરેશ કહાર અને તેની પત્નિ ના કારણે કોંગ્રેસને પેનલ હાર થઈ હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસીઓએ કર્યો હતો. સાથે સુરેશ કહાર સાથે ભાજપ પર પણ મુળ કોંગ્રેસીઓએ પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યાલયે સુત્રોચ્ચાર કર્યા હતા. તો આ બાબતે માજી કોર્પોરેટર શુ કહી રહ્યા છે સાંભળીયે.
ત્યારે હાલ તો હાર ભણી ગયેલા કેટલાક તકસાધુ કોંગ્રેસીઓ નેતાઓ પર હારનો દોષનો ટોપલો નાંખી રહ્યા છે જો કે પ્રચાર અને સ્થાનિક વિસ્તારમાં ન કરેલી કામગીરીને લઈ તેઓનો કચાસ નિકળી ગયો હોવાનું કોંગ્રેસીઓ જ રહી રહ્યા છે.