સુરત : કામરેજ ખાતે વિજય હોટલના માલિક પર જીવલેણ હુમલો

સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. સુરત શહેર હોય કે જિલ્લામાં અસામાજિક તત્વો આમ જનતાને વારંવાર પરેશાન કરી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે નંબર 8 પર કામરેજ ખાતે વિજય હોટલમાં સ્થાનિક માથાભારે સાકો ભરવાડ આણી મંડળીએ હપ્તા પેટે દુકાનદાર પર હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ અસામાજિક તત્વો રીતસર પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ત્યારે કામરેજ ખાતે સ્થાનિક માથાભારે ભરવાડ ટોળકીનો આતંક વધ્યો છે. જેમાં નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી વિજય હોટલના માલિક ચતુરભાઈ પર સ્થાનિક માથાભારે સાકો ભરવાડ આણી મંડળીએ હુમલો કર્યો હતો. સાકો ભરવાડ દ્વારા હોટલ ચલાવવી હોય તો દર મહિને 25 હજારનો હપ્તો આપવાની વાત કરી ધમકાવ્યો હતો. અને હપ્તો ન અપાતા વિજય હોટલના માલિક પર હુમલો કરાયો હતો અને માર માર્યા બાદ આરોપીઓ 18 હજાર 750ની લુંટ કરી ગયા હતાં. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈ હોટલ માલિક દ્વારા કામરેજ પોલીસ મથકમાં સાકો ભરવાડ અને તેની ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. જો કે હવે કામરેજ પોલીસ આ મામલે શુ પગલા લે છે તે જોવુ રહ્યું...
કામરેજ પોલીસ આવા માથાભારે સાકો ભરવાડ સહિતનાઓ સામે અત્યારથી જ લાલ આંખ કરે તે જરૂરી છે નહી તો આવનાર સમયમાં આ ટોળકીઓ પોલીસ માટે પણ માથાનો દુઃખાવો બને તો નવાઈ નહી.