સુરત ક્રાઇમ બ્રાન્ચે બંગાળી ગેંગને ઝડપી પાડી - ચોરીના 44 ગુનાઓ કબુલ્યા

સુરત ક્રાઇમ બ્રાન્ચે બંગાળી ગેંગને ઝડપી પાડી - ચોરીના 44 ગુનાઓ કબુલ્યા

સુરત જિલ્લામાં હાઈવે ઉપર ભાડાનું મકાન રાખી ગુગલ મેપથી સુરતના ઝાંડી ઝાંખરા વાળી જગ્યાની આસપાસના ગાળા ટાઈપ મકાનો - રો હાઉસ કે બંગલાની સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રીના સુમારે ચોરીના ગુનાઓને અંજામ આપતી આંતર રાજ્ય બંગાળી ગેગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ઝડપાયેલા ગેગના 5 સાગરીતો પાસેથી રોકડ રકમ, મોબાઈલ, દાગીના અને ચોરી કરવા માટે વપરાતા સાધનો મળી કુલ રૂપિયા 44,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં સુરતના 6, વલસાડના 3 અને સાબરમતી પોલીસ સ્ટેસનમાં 1 મળી કુલ 10 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
સુરત શહેરમાં ઘરફોડ ચોરી તથા લૂંટના બનતા ગુનાઓને અટકાવવા અને ગુનાઓની તપાસ માટે પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય બંગાળી ગેગના 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
1, મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ (ઉ.વ-35, વરેલી ગામ, વ્રજધામ સોસાયટી, જીલ્લો - મેદનીપુર પ્રશ્વિમ બંગાળ)
2, મોહમંદ ફારૂખ ઉર્ફે લોટોન અબ્દુલ શેખ (ઉ.વ-54, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, કલકત્તા),
3, હાલીમ આબુલહુસૈન શેખ (ઉ.વ-30, વરેલી ગામ, વ્રજધામ સોસાયટી, જીલ્લો ઉત્તર ચોવીસી પરગાણા)
4, હફીઝુલ મંડલ કીબરીયા મંડલ(ઉ.વ-47, વરેલી ગામ, જીલ્લો ઉત્તર ચોવીસી પરગાણા),
5, હસનાન ઉર્ફે સુમન જલાલ ખાન (ઉ.વ-30, વરેલી ગામ, મૂળ લાલટીન હીરા પહાડ ગુવાહાટી આસામ) આ 5 આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ નંગ - 6, બે કાંડા ઘડિ઼યાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો અને રોકડા મળી કુલ રૂપીયા 43,125 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતમાં ઝાંડી ઝાખરાવાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાઍ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈને રાત્રે 1.30 થી 2 વાગ્યા દરમિયાનમાં બંધ મકાનને ટાર્ગેટ કરતા દરવાજાનું લોક કે નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ ગેંગે વર્ષ 2012 થી અત્યાર સુધીમાં 44 ચોરીને અંજામ આપ્યો છે. જેમાં અમદાવાદમાં 12, વડોદરામાં 8, ભરુચમાં 7, વલસાડમાં 6, સુરતમાં 5, બારડોલીમાં 2, બીલીમોરામાં 2 અને નડીયાદમાં 2 ચોરીના ગુનાઓ કર્યા છે. ગેંગના સાગરીતો જે મકાન, બંગ્લા કે રો હાઉસને નિશાન બનાવતા હતા ત્યાં ચોરી કર્યા બાદ રસોડા કે ફ્રીજમાં રહેલ જમવાનું પણ ખાતા અને બીડી પીધા બાદ સવાર સુધીમાં પરત નજીકના ઝાડી ઝાંખરામાં સંતાઈ સવારે નાસી જતા હતા. આ ગેગમાં 10 થી 12 લોકો છે.
બંગાળી ગેગના ઝડપાયેલા સાગરીતોની પુછપરછમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. તેઓ 2 - 2 તથા 3 - 3 ની જોડી બનાવીને સ્કુલ બેગમાં સ્ક્રુ ડ્રાઈવર, રેન્જ ઍકઝેસ્ટ પાનુ, ગણિશિયું અને ટોર્ચ લાઈટ લઈ જીલ્લા કે શહેરની હદમાં પ્રવેશ કરતા હતા ત્યારબાદ જે મકાનને નિશાન બનવાનું હોઈ તેનું ગુગલ મેપથી સર્ચ કરતા હતા અને તે જગ્યાની રેકી કરી ઝાંડી ઝાખરામાં સંતાઈ જઈ રાત્રે ચોરી કરતા હતા. બંગાળી ગેંગ મકાનમાંથી મોપેડની પણ ચોરી કરતા હતા અને તેને સુરતમાં બ્રીજની નીચે તથા હાઈ-વે ઉપર આવેલા ઢાબા ખાતે પાર્ક કરી ચોરીમાં ઉપયોગ કરતા હતા. પોલીસની હાથે ઝડપાયેલા આરોપીઓની અજમેર ખાતે મુલાકાત થઇ હતી જે બાદ કીમ ખાતે દરગાહએ આવ્યા હતા ત્યાથી ભેગા થઈને હાઈ વે નજીક વરેલી ગામ તથા કીમ ખાતે ભાડાની રૂમ રાખી હતી. બંગાળી ગેંગ જે મકાનને ટાર્ગેટ બનાવતી ત્યાંથી હાથ લાગેલ સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મુંબઈ, અજમેર તથા લોકલ સોનીને સસ્તા ભાવે વેચી દેતી હતા અને ત્યારબાદ થોડા સમય માટે પોતાના વતન બંગાળ ખાતે નાસી જતા હતા. બે ત્રણ મહિના પછી પરત સુરત આવીને ચોરી કરતા હતા.