સુરત : કોરોના થી માતાનું નિધન થતા પુત્રએ કર્યો આપઘાત

સુરત સંજીવની હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે સારવાર લઈ રહેલી માતાના નિધનની ખબર પડતાં જ પુત્રએ હોસ્પિટલમાંથી મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હોવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે. માતાના મૃત્યુ બાદ આપઘાત કરી લેનાર 24 વર્ષીય નીરવ ધારાસભ્ય ઝંખનાબેનની ઓફિસમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં કોરોના હાલ તો અનેકના સ્વજનોને છીનવી રહ્યો છે ત્યારે હાલમાં એક કરૂણાંતિકા સર્જતો બનાવ સામે આવ્યો છે. જેમાં સચીનમાં બ્યુટી પાર્લર ચલાવતા લાજપોર ઘોડિયાવાડમાં રહેતા 45 વર્ષિય છાયાબેનને કોરોના થતા તેમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. છાયાબેનના પતિ રાજુભાઈ લાજપોર સ્મશાનગૃહમાં કામ કરે છે જ્યારે તેઓનો એકનો એક પુત્ર નીરવ ધારાસભ્ય ઝંખનાબેનની ઓફિસમાં કામ કરતો હતો. ત્યારે છાયાબેન કોરોનાની સારવાર લઈ રહ્યા હતા અને તેઓનું સારવાર દરમયાન મોત નિપજ્યું હતું. આ બાબતની જાણ એમના પરિવારના એકના એક પુત્ર નીરવને કરાતાએ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો. અને માતાના મૃતદેહને જોઈ એણે પણ હોસ્પિટલમાંથી નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. નીરવનો માતા પ્રત્યેનો પ્રેમ જોઈ હોસ્પિટલનો સ્ટાફ પણ રડી પડ્યો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરી દેતા પોલીસ દોડી આવી હતી.
વધુમાં આ ઘટના લગભગ સાંજે 7 વાગ્યાની હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ નીરવ ધારાસભ્ય ઝંખનાબેનની ઓફિસમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ છાયાબેનને કોવિડ ગાઈડ લાઈન મુજબ ટીમ વિધિ માટે લાજપોર સ્મશાન ગૃહમાં લઈ જવાની તૈયારી કરાઈ રહી છે. જ્યારે પુત્ર નિરવનું સવારે પોસ્ટ મોર્ટમ થાય ત્યારબાદ મૃતદેહ મળે પછી અંતિમ વિધિ કરાય તેવી શક્યતા છે.