સુરત : કોરોનાની સાથે ટીબીનો રોગ પણ માથુ ઉંચકી રહ્યો

કોરોનાની સાથે ટીબીનો રોગ પણ માથુ ઉંચકી રહ્યો છે. ત્યારે ટીબીના રોગથી બચવા માટે શુ કરવુ જોઈએ તેની જાગ્રુતતા માટે ડિંડોલી હેલ્થ સેન્ટર દ્વારા ઘરેઘરે જઈને માસ્ક, સેનેટાઈઝ તેમજ જાગૃતી માટેના પોસ્ટરો લગાડવામા આવ્યા હતાં.
કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળોકેર વર્તાવ્યો છે ત્યારે ટીબીનો રોગ પણ એટલોજ ખતરનાક અને ઘાતક છે ટીબીના રોગ કેવીરીતે થાય તેનીજાગૃતી માટે ડિંડોલી હેલ્થ સેન્ટર દ્વારા જે લોકોને ટીબીનો રોગ થયો છે. તે લોકોના ઘરેઘરે જઈને સેનેટાઈઝ, માસ્કનુ વિતરણ કરાયુ હતુ સાથે પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા અને દવાનુપણ વિતરણ કરાયુ હતુ. આમાસુરત મહાનગરપાલીકાના ડિંડોલી હેલ્થ સેન્ટરનો સ્ટાફ જોડાયો હતો અને ટીબીના રોગથી કેવીરીતે બચી શકાય તે માટેની લોકોની જાગૃતતા અપાઈ હતી.
આમ ડિંડોલી હેલ્થ સેન્ટર કોરોના સાથે ટીબીના દર્દીઓનુ પણ ધ્યાન રાખી રહી છે. એટલેકે એક સાથે બે રોગોની સારવાર માટે આગળ આવી રહી છે.