સુરત : ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય સુત્રધારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

ક્રાઈમ બ્રાન્ચની ટીમે એન.ડી.પી.એસ. ના ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય સુત્રધારને ઓડિસ્સાના ગંજામ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે 23 જાન્યુઆરીના રોજ દેલાડ પાટીયા ખાતેથી ઝડપી પાડેલા 22 લાખથી વધુની કિંમતના ગાંજનાના જથ્થામાં ભાગતા ફરતા મુખ્ય સુત્રધાર એવા વિકી નામનો ઈસમ ઓડિસ્સાના ગંજામમાં છે. જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓડિસ્સાના ગંજામ પહોંચી હતી અને ત્યાંથી લાખોનો ગાંજો સુરતમાં ઠાલવનાર વિક્કી ઉર્ફે સરોજકુમાર સુરેન્દ્ર પન્ડાને ઝડપી પાડી તેને સુરત લવાયો હતો. વધુમાં ઝડપાયેલા આરોપી વિકી ની ઓરિસ્સાના ગંજામમાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ પણ કરાઈ હતી. હાલ તો વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાથ ધરી છે.