સુરત : ગાંજાના જથ્થા મામલે નાસતા ફરતા સપ્લાયરને SOGએ ઝડપી પાડ્યો

જુનાગઢના વંથલીમાં સીઆઈડી ક્રાઈમે ઝડપી પાડેલા ગાંજાના જથ્થા મામલે નાસતા ફરતા સપ્લાયરને સુરત એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો હતો.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ મથક વિસ્તારમાંથી સીઆઈડી ક્રાઈમની ટીમે ઝડપી પાડેલા ગાંજાના જથ્થા મામલે ભાગતા ફરતા સપ્લાયર અરજણ ઉર્ફે અર્જુન મારવાડી ચૌહાણને કાપોદ્રા મેઈન રોડ નાના વરાછા ઢાળ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો વંથલી પોલીસને સોંપ્યો હતો. વધુમાં ઝડપાયેલા આરોપીએ કબુલાત કરી હતી કે પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોય જેથી છુટક ગાંજાનું વેચાણ કરતો હતો અને આજથી પંદરેક દિવસ અગાઉ જુનાગઢના વંથલીમાં રહેતી કુસુમબેન જુમ્મા ને ગાંજાનો જથ્થો આપ્યો હતો જે ગાંજા સાથે કુસુમબેન પકડાઈ ગઈ હોય જે ગુનામાં તે વોન્ટેડ હતો.