સુરત : ગોડાદરા હરીઓમનગર સર્કલ પાસે સર્જાયો અકસ્માત

ગોડાદરા હરીઓમનગર સર્કલ પાસેથી પસાર થતા યુવાનની ગાડી સાથે અકસ્માત સર્જી નુકશાન કરનાર કાર ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા હરીઓમનગર સર્કલ પાસેથી પસાર થતા શંકરલાલ સુથારની ગાડીને રોંગ સાઈડે પુરપાટ ઝડપે આવેલા એક સ્વીફ્ટ કારના ચાલકે અકસ્માત સર્જી સ્થળ પરથી ભાગી છુટ્યો હતો. બનાવને લઈ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે.