સુરત : ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેકટર થકી રાજ્યપાલને આવેદન

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેકટર થકી રાજ્યપાલને આવેદન પત્ર આપી અમૃતમ યોજના અને આયુષ્માન ભારત યોજનામાં કોરોના વાયરસના રોગનો સમાવેશ કરવાની માંગ કરાઈ હતી.
સુરત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના વાયરસની સામે લડી રહ્યું છે ત્યારે સુરતમાં રત્નકલાકારો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોય અને તેઓ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં સારવારઈ લઈ રહ્યા છે. ત્યારે કોરોનાની મોંઘી સારવાને લઈ અનેક લોકો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે કોરોનાના મહામારી વચ્ચે આર્થિક સંકટમાં ફસાયેલા રત્નકલાકારો અને હિરા ઉદ્યોગકારીની હાલત કફોડી થઈ રહી છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેકટર થકી રાજ્યપાલને આવેદન પત્ર આપી કોરોનાની મોંઘેરી સારવાર ને અમૃતમ યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. અને સાથે ઉપરોક્ત બન્ને યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાયરસની સારવાર થાય એવી માંગણી કરી હતી.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કારમી મોંઘવારીમાં મધ્યમવર્ગના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર વિના મુલ્યે મળે તે માટે તાત્કાલક નિર્ણય લેવાય તેવી માંગ કરી હતી.