સુરત : ત્રીજા દિવસે પણ ઓનલાઈન મોક ટેસ્ટમાં સર્જાઈ સમસ્યા

સતત ત્રીજા દિવસે પણ ઓનલાઈન મોક ટેસ્ટમાં સમસ્યાઓ સર્જાતા એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં રજુઆત કરી પરિક્ષા હાલ સ્થગિત કરવાની માંગ કરાઈ છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં પહેલી જુલાઈથી મોક પરિક્ષા લેવાઈ રહી છે. જો કે સતત ત્રીજા દિવસે પણ ઓનલાઈન મોક ટેસ્ટમાં સમસ્યાઓ ઉભી થઈ રહી છે. જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષધ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને મળી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે હાલમાં ઓનલાઈન ટેકનિકલ ખામીઓ છે તેને લઈ મોક ટેસ્ટ સ્થગિત રાખવામાં આવે. કારણ કે મોક પરિક્ષામાં આવી રહેલી વારંવારની સમસ્યાઓને લઈ વિદ્યાર્થીઓ હાલમાં ખુબ જ મુંજવણમાં મુકાયા છે.
મોક પરિક્ષામાં સતત ત્રીજા દિવસે આવેલી સમસ્યાને લઈ એબીવીપી દ્વારા કુલપતિને મળી આવેદન પત્ર આપી હાલ પરિક્ષા સ્થગિત રાખવા રજુઆત કરાઈ હતી.