સુરત : દિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવી સ્નેચીંગ કરતા લૂંટારુઓ

દિલ્હીથી રાજધાની ટ્રેન કે ફ્લાઈટમાં સુરત આવી સ્નેચીંગ કરતા અને દોઢ માસ પહેલા ગોડાદરામાં વૃદ્ધાના કારનના લટકણિયા ખેંચી કાન ચીરી ભાગી છુટેલા બે યુપીવાસીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતાં.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરામાં બે ચેઇન સ્નેચરોએ દોઢેક માસ પહેલા 70 વર્ષના માજીના લટકણિયા ખેંચી કાન ચીરી નાખ્યા હતા. આ બંને સ્નેચરો યુપીના રિઝવાન શેખ અને ભૂષણ ઉર્ફે આસીફ હલવાઈને ક્રાઇમ બ્રાંચે અમરોલી શાકમાર્કેટ પાસેથી ઝડપી પાડયા હતા. બંને સ્નેચર ચોરી કરવા દિલ્હીથી રાજધાની ટ્રેન અને ફલાઇટમાં સુરત આવતા હતાં. તો વધુમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યુ હતું કે, રીઢાઓ ચાર-પાંચ જેટલી ચોરી અંજામ આપ્યા બાદ સુરત કે અમદાવાદથી ફલાઈટમાં દિલ્હી પરત ફરી જતા. હાલ તો ઝડપાયેલા રીઢાઓ પાસેથી ઘરેણાં, ફોન મળી 1.66 લાખનો મુદામાલ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કર્યો છે.
વધુમા યુપીના રીઢા લુંટારૂઓ સુરતમાં રૂમ ભાડે રાખી બાઈક પર સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા. બંને પાસેથી 4 ગુનાઓ ઉકેલાયા છે.