સુરત : દિવ્યાંગો માટે આજથી કોરોના વેક્સિનેશનની શરૂઆત

કોરોનાની મહામારી વચ્ચે શરૂ થયેલ વેક્સિનેશન મા હવે દિવ્યાંગો માટે આજથી વેક્સિનેશન શરૂ કરાયુ છે જેમાં ગાંધી સ્મૃતિ ભવન અને જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે વેક્સિન સેન્ટરો ઉભા કરાયા છે. ત્યારે પ્રથમ દિવસે 700 દિવ્યાંગોને રસી આપવાની તૈયારી તંત્ર દ્વારા કરાઈ હતી.
કોરોનાની પ્રથમ બાદ બીજી લહેરએ તો સુરતમાં કહેર વર્તાવ્યો હતો. હાલમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. ત્યારે વેક્સિનેશન પર સરકાર દ્વારા ભાર મુકાયો છે. તો કોરોના સામે રક્ષણ આપવા માટે હાલ વેક્સિનેશન શરૂ કરાયું છે. જે અંતર્ગત 18 પ્લસનાઓને હાલ વેક્સિન અપાઈ રહી છે. તો સોમવારથી સુરતના ગાંધી સ્મૃતિ હોલ અને જહાંગીરપુરા ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે દિવ્યાંગો માટે વેક્સિનેશનની શરૂઆત કરાઈ છે. વેક્સીન માટે દિવ્યાંગોએ કોલ કરી કરવાનું રહેશે રજીસ્ટ્રેશન. સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર દ્વારા કમિશનરને રજુઆત કરાતા દિવ્યાંગો માટે અલગ આયોજન કરાયુ છે. અને પ્રથમ દિવસે 700 દિવ્યાંગોને વેક્સિન આપવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ હતી.
દિવ્યાંગો માટે વેક્સિનેશન ની શરૂઆત કરાતા જ પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં દિવ્યાંગો વેક્સિન લેવા ઉમટ્યા હતાં.