સુરત : નાણા ધિરનારની દુકાનો શરૂ કરવા દેવામાં આવે તેવી માંગ કરાઈ

કોરોનાની મહામારી વચ્ચે બંધ થયેલ સોના ચાંદીના દાગીના પર નાણા ધીરનારાઓની દુકાનો શરૂ કરવા દેવાની માંગ સાથે એસોશીએશન દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.
સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક ધંધા રોજગાર બંધ છે ત્યારે સોના ચાંદીના દાગીના પર વ્યાજે રૂપિયા આપનારાઓની પણ દુકાનો બંધ હોય જેથી તેઓ દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર અપાયુ હતું. અને જણાવાયુ હતું કે કોરોનાની ચેઈન તોડવા સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને લઈ ઘણા લોકોના વ્યવસાયો બંધ છે જેને લઈ મોટા વર્ગને તેમની રોજીંદી જરૂરિયાતો તેમજ મેડીકલ જરૂરિયાતો પુરી કરવા નાણા વ્યાજે લેવાની જરૂરીયાત હોય છે. નાણા દીરનારની દુકાનો બંધ હોવાથી તેઓને અન્ય અનઅધિકૃત વ્યક્તીઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લેવા પડી રહ્યા છે તો કેટલાક સંજોગોમાં લોકો પાસે રૂપિયાની વ્યવસ્થા થઈ હોવા છતા ગીરવે મુકેલ દાગીના છોડાવી શકતા ન હોય અને વ્યાજ વધી રહ્યુ છે જેથી નાણા ધિરનારની દુકાનો શરૂ કરવા દેવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
સુરતમાં કોરોના સંક્રમણ યથાવત છે ત્યારે હાલમાં નાણા ધિરનારાઓની માંગ તંત્ર દ્વારા સ્વીકારાશે કે કેમ તે તો જોવુ રહ્યું...