સુરત : નવા 47 કોરોના પોઝીટીવ કેસ આવતા કુલ આંક 53,121 થયો

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો સંક્રમણ યથાવત છે. ત્યારે બુધવારના રોજ નવા 47 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 53,121 થયો છે. તો શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક 1,137 છે. જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 51,641 પર પહોંચી છે.
સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં યથાવત છે. ત્યારે બુધવારે સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેરમાં 43 અને જિલ્લામાં 4 મળી કોરોનાના નવા 47 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 53,121 થયો છે. શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક 1,137 છે. સુરત શહેરમાંથી 29 અને જિલ્લામાંથી 3 મળી કુલ 32 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 51,641 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 343 છે. જેમાં સુરત સિટીમાં કુલ 40,046 કોરોના પોઝિટિવ કેસમાં 850 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 13,075 કોરોના પોઝિટિવ કેસમાં 287 ના મોત થયા છે. સુરત સિટીમાં 38,955 અને સુરત જિલ્લામાં 12,686 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.