સુરત : નવજાતને ત્યજી દેનાર માતા-પિતાને પોલીસે ઝડપી પાડ્યા

પુત્રી ગર્ભવતી થયા બાદ પુત્રીને જન્મ આપતા સમાજમાં બદનામીના ડરે નવજાતને ત્યજી દેનાર માતા-પિતાને પાંડેસરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 7 જુનના રોજ પાંડેસરા ભેસ્તાન ગાર્ડન પાસે આવેલ આશારામ સોસાયટી સામે ડિવાઈડરની બાજુમાંથી એક બે માસસની બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી જે અંગે પોલીસને જાણ થતા પોલીસે બાળાનો કબ્જો લઈ બાળાને ત્યજી દેનારાઓની શોધખોળ હાથ દરી હતી. જેમાં તપાસ કરતા પોલીસે પાંડેસરા શ્રીરામનગર ખાતે રહેતા મનોજ છોટેલાલ શાહુ અને તેની પત્ન આશાબેન મનોજ શાહુને ઝડપી પાડ્યા હતાં. અને પુછપરછ કરતા તેણેએ જણાવ્યુ હતું કે તેઓની અવિવાહિત પુત્રી ગર્ભવતી થઈ હોય અને બાળકીને જન્મ આપતા સમાજમાં બદનામી થવાના ડરથી બે માસની બાળકીને ભેસ્તાન ગાર્ડન પાસે બિનવારસી ત્યજી દિધી હતી. હાલ તો બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.