સુરત : પાંડેસરામાં આવેલી પ્રિયા હોસ્પિટલના ડોક્ટર સામે નોંધાઈ ફરિયાદ

પાંડેસરામાં આવેલી પ્રિયા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મૃતદેહને રસ્તા પર મુકી દેવાની ઘટનામાં આખરે ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવા પામી છે. એપેડેમિક એક્ટ હેઠળ હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
પાંડેસરામાં આવેલી પ્રિયા હોસ્પિટલમાં કોરોનાના દર્દી ત્રિલોક ભગવાન નાયકનું મોત નિપજતા બિલને લઈ પરિવાર સાથે રકઝક કર્યા બાદ કોરોનાના મૃત દર્દીની લાશ હોસ્પિટલ બહાર રસ્તા પર મુકી દેવાઈ હતી જે મામલે હોબાળો પણ થયો હતો. ત્યારે કોરોનાના દર્દીનો મૃતદેહ રસ્તે રઝળતો મુકી દેવાની ઘટનામાં ડોક્ટર સામે ગુનો નોંધાયો હતો. પ્રિયા હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર પટેલ સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. હાલ તો પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસ હાથ ધરી ડોક્ટર જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.