સુરત : પાંડેસરા વિસ્તારમાં યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી

પાંડેસરા જગન્નાથ નગર સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લી ઝાડીમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ શરૂ કરી હતી.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જગન્નાથ નગર સોસાયટીના પ્લોટ નંબર 86ની બાજુમાં આવેલ ખુલ્લી ઝાડી ઝાંખરવાળી જગ્યામાંથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અજાણ્યા યુવાનને હથિયાર અથવા કોઈ બોથડ પદાર્ત વડે માથાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરાઈ હોય પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ શરૂ કરી છે.