સુરત : પતિ પત્નિ અને વો જેવો કિસ્સો આવ્યો સામે

સુરતમાં પતિ પત્નિ અને વો જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નિને પતિએ જીમ ટ્રેનર સાથે પકડી લેતા પત્નિએ પ્રેમિ સાથે મળી પતિને જાહેરમાં માર મારતામામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તો ઈજાગ્રસ્ત પતિ સારવાર માટે સિવિલમાં પહોંચ્યો હતો.
વેસુ વિસ્તારમાં જીમમાં જીમ ટ્રેનર સાથે રંગે હાથે પત્નીએ પ્રેમી સાથે પકડી લીધી હોવાથી પત્ની અને પ્રેમીએ સાથે મળીને જાહેરમાં માર માર્યો હતો. સાથે જ પત્નીએ પણ લોકોને ઉશ્કેરીને પતિને માર મારવા કહ્યું હતું. પતિ યોગેશ અગ્રવાલએ કહ્યું કે, જાહેરમાં મારા મારીથી હોબાળો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. યોગેશ અગ્રવાલએ કહ્યું હતું કે, એક વર્ષથી પત્ની દીકરી સાથે અલગ રહે છે. કોર્ટના ઓર્ડર પછી પણ એક પિતાને દીકરીને મળવા નથી દેતી. બુધવારે રાત્રે પ્રેમી સાથે કારમાં પકડી પાડતા મારી નાખવાની કોશિષ કરાઈ છે. વધુમાં પીડિત પતિએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, મારી પત્નીની કાર ઉભેલી હતી તેની બાજુમાં બીજુ ઉભેલી કાર ચાલુ હાલતમાં હતી. તેમાં તપાસ કરતાં મારી પત્ની કોઈ બીજા સાથે હતી. આથી મેં કાચ ઠપકાર્યો પરંતુ તેમણે દરવાજો ખોલ્યો નહીં અને ગાડી રિવર્સ લઈને નાસી ગયાં હતાં. આથી મેં કારનો પીછો કર્યો તેઓ યુ ટર્ન લઈ રહ્યા હતાં ત્યાં મેં કાર રોકી દીધી હતી. બાદમાં કારમાંથી તેમણે બન્નેએ નીચે ઉતરીને મને મારવાનું શરૂ કર્યું હતું. ગાળા ગાળી કરી જીમ ટ્રેનરે મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન મારી પત્ની પણ જોર જોરમાં કહેવા લાગી કે હું તારી પત્ની નથી અને આને મારો એમ કહી તેણીએ પણ હાથથી તમાચા મારી દીધા હતાં. લોકોએ પોલીસને જાણ કરી હતી એટલે પત્નીએ જે કારમાં હતી તેના ડ્રાઈવર વિશાલને ભગાવી મૂક્યો હતો.
વધુમાં યોગેશએ જણાવ્યું હતું કે, તેઓ મિલકત લે-વેચના કામકાજ સાથે સંકળાયેલા છે. 10 વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા. તેમને પરિવારમાં એક દીકરી છે. પરંતુ પારિવારિક ઘર કંકાસને લઈ પત્ની છેલ્લા 1એક વર્ષથી દીકરીને લઈ અલગ રહે છે. પત્નીએ મારા પર દહેજ માગવાનો કેસ કર્યો છે. દર મહિને ઘર ખર્ચના 1.10 લાખ માગી રહી છે. મેં દીકરીને મળવા કોર્ટમાંથી ઓર્ડર મેળવ્યા છે. છતાં દીકરીને મળવા દેતી નથી. પત્નીની ઉલટ તપાસ કરતા ખબર પડી હતી કે, એનું જિમ ટ્રેનર સાથે લફરું છે. બસ આ વાતને સાબિત કરવા હું એના પર વોચ રાખતો હતો. બુધવારની રાત્રે હાઈટેક બીલ્ડીંગના એક ફ્લેટમાં હોવાની જાણ થયા બાદ હું અચાનક ત્યાં પહોંચી ગયો હતો. દરવાજો ખખડાવ્યા બાદ ખોલતાની સાથે જ મને હાથમાં મોબાઈલ કેમેરો ઓન જોઈ પત્ની અને એનો જિમ ટ્રેનર પ્રેમી વિશાલ સાલુંકે મારા પર તૂટી પડ્યા હતા. બિલ્ડીંગ બહાર લઈ આવી જાહેરમાં માર માર્યો હતો. પિતા અને ભાઈને બોલાવી એ તમામે ભેગા મળીને મને અપમાનિત કરી માર મારતા સારવાર સિવિલ લાવવાની ફરજ પડી હોવાનું યોગેશે જણાવ્યું હતું.
આ બાબતે લોકો ભેગા થઈ જતા પોલીસ દોડી આવી હતી. તમામને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.પોલીસે મારી ફરિયાદ નોંધી પણ બરાબર કલમનો ઉમેરો ન કર્યો હોવાનું મને લાગે છે.બસ ન્યાય મળવો જોઈએ, મારી દીકરીના ભવિષ્યનો પ્રશ્ન છે. હું મારી પત્નીને કોર્ટમાં ખોટી સાબિત કરી કાયદેસર સજા અપાવવા માંગુ છું તેમ યોગેશ અગ્રવાલે અંતે કહ્યું હતું.