સુરત : બેંકોમાં ડુપ્લીકેટ ગોલ્ડ મુકી લોન મેળવી બેંકો સાથે છેતરપીંડી

કાપોદ્રા પોલીસે બેંકોમાં ડુપ્લીકેટ ગોલ્ડ મુકી લોન મેળવી બેંકો સાથે છેતરપીંડી કરનાર આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે બેંકોમાં ડુપ્લીકેટ ગોલ્ડ મુકી લોન મેળવી બેંકો સાથે છેતરપિંડી કરતા આરોપીઓમાંથી એક એવા કરણ ભમ્મરને ઝડપીપાડ્યો હતો. ઝડટપાયેલા આરોપીએ અન્યો સાથે મળી અલગ અલગ બેંકોમાં ડુપ્લીકેટ ગોલ્ડના દાગીના મુકી લોન મેળવી બેંકો સાથે છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી હતી. હાલ તો કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.