સુરત બ્રેકીંગ : તાપી નદીના કિનારે ભૂસ્તર વિભાગની ટીમના દરોડા - મુખ્ય સૂત્રધાર ધર્મેશ, રાજુ અને દેખુલ

સુરત શહેરમાં વર્ષોથી ચાલતા રેતી ચોરી પ્રકરણમાં અગાઉ પાલ આરટીઓ પાસે કાર્યવાહી થઇ હતી તો આજે જહાંગીરપુરા ખાતે આવેલ કુરુક્ષેત્ર સ્મશાનભૂમિની પાછળના ભાગે તાપીનદીના પ્રતિબંધિત વિસ્તારમાં રેતીખનન કરતા માથાભારે ઈસમોને ત્યાં ભૂસ્તર વિભાગે રેડ પાડી કાર્યવાહી કરી છે. રેતી ખનનમાં ભૂસ્તર વિભાગ ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવા દોડે છે એવા એક નહિ અનેક કિસ્સાઓ છે. લખો કરોડોની રેતી ચોરી થઇ ગયા બાદ ભૂસ્તર વિભાગ ધુતરાષ્ટ્ર્ની ભુમિકામાંથી જાગે છે અને માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરતી હોઈ તેમ દંડની કાર્યવાહી કરે છે અને ચોંકાવનારી વાત તો એ છે કે રેડ પડે તે પહેલા ત્યાંથી રેતી માફિયાઓ ભાગી ગયા હતા જેને લઇ લોકોમાં ચર્ચા થતી હતી કે ભસુતાર વિભાગ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવા આવે છે આ રેતી ચોરીને લઇ તેમને મસ્ત મોટા હપ્તા પહોંચે અને જો હપ્તો નહિ પહોંચ્યો હશે એટલે રેડ કરી દંડની કાર્યવાહી કરી છોડી દેવાશે. આમ રેતી ચોરી પ્રકરણમાં મોડે મોડે જાગેલા ભૂસ્તર વિભાગે દરોડા પાડી બે બાર્જ, બે નાવડી અને બે મશીન મળી અંદાજે 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ ભૂસ્તર વિભાગે દરોડા પાડયા તે પહેલા રેતી માફિયાઓ નાસી છૂટ્યા હતા. જોકે બાજ અને નાવડી ઝડપાતા ભાવિન નામના યુવકને બલિનો બકરો બનાવી ભૂસ્તર વિભાગ સમક્ષ હાજર કરી દેવાયો હતો.


navdi
સુરત જિલ્લા કલેક્ટરે થોડા સમય અગાઉ જ સત્તાવાર પરિપત્ર જારી કરી પ્રતિબંધિત તેમજ પરમિટવાળા વિસ્તારમાં બાર્જની મદદથી રેતી કાઢવા પર પાબંધી ફરમાવી દીધી છે. એટલું જ નહીં પ્રતિબંધિક કે પરમિટવાળા સ્થળે બાર્જ વડે રેતીખનન કરવામાં આવે તો સીધી ફોજદારી રાહે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. સુરતની તાપી નદીમાં પ્રતિબંધિત વિસ્તાર જેવા કે જહાંગીરપુરા, વરિવાય, નાના વરાછા, અમરોલી સહિતના વિસ્તારમાં રેતી ખનનનો મસમોટો વેપાર થઇ રહ્યો છે ઘણી વખત ભૂસ્તર વિભાગના અધિકારીઓ ચેકિંગ માટે નીકળે છે. પરંતુ રેતી માફિયાઓને અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલા જ બાતમી મળતી જતી હોઈ છે જે પાછળનું કારણ અધિકારીઓની રેતી માફિયા સાથે સીધી સંડોવણી ચર્ચાઈ રહી છે. જયારે પણ ભૂસ્તર વિભાગ ચેકિંગમાં આવે ત્યારે નાવડી, બાર્જ ટૂક, રેતી સહિતની વસ્તુઓ સગેવગે કરી દેવામાં આવે છે. જોકે, ગત રોજ ભૂસ્તર વિભાગના અહેસાનઅલી સહિતના કર્મચારીઓએ જહાંગીરપુરા સ્મશાનભૂમિની પાછળના ભાગે દરોડા પાડી બે બાજ, બે નાવડી અને બે મશીન ઝડપી પાડતા 30 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં બાજ અને નાવડી ભાવિન નામના વ્યક્તિનું હોવાનું માલૂમ પડતાં ભૂસ્તર વિભાગે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે ત્યારે પોલીસ ફરિયાદ કરાશે કે મામલો રફેદફે કરી દેવાશે તે જોવું રહ્યું.
તાપી નદીમાંથી રેતી કાઢવાનો વેપાર વિના રોકટોક ધમધમી રહ્યો છે જેમાં મુખ્ય સૂત્રધાર ધર્મેશ, રાજુ અને દેખુલ છે. આ રેતી માફિયાઓ ખુલ્લેઆમ રેતીખનનનો વેપલો કરતા હોવા છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ આખ આડા કાન કરી રહ્યા છે.