સુરત બ્રેકીંગ : મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરનાર મુસાફરો માટે 72 કલાક પહેલાનો RT - PCR ટેસ્ટ ફરજીયાત

દેશભરમાં કોરોના મહામારીની લહેર ચાલી રહી છે ત્યારે આ લહેરમાં એકાએક કોરોના કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે જેમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ દેશના 50 ટકાથી વધુ રોજના કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના જાહેર આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે કોરોનાનો RT - PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો ઉપરાંત આ મુસાફરોનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવે તે મુદ્દે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટ બહાર પાડી હતી ત્યારે આ મુસાફરો હવાઈ માર્ગે, રેલ માર્ગે તેમજ બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશે જે માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આજે સુરતના રેલવે સ્ટેશન ખાતે S9 ન્યુઝ દ્રારા ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં મુસાફરોના ચેકિંગ - ટેસ્ટિંગ કરાતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે રેલવે સ્ટેશન બહાર સ્વૈચ્છિક ટેસ્ટ હોવાથી ગણ્યા ગાંઠ્યા લોકો જ ટેસ્ટ કરાવતાં હોવાનું સામે આવ્યું હતું જ્યારે એરપોર્ટ પર ટેમ્પરેચર ચેકિંગ કરવામાં આવે છે. ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો 72 કલાકની અંદર તેનો RT - PCR ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે જે રિપોર્ટ એરપોર્ટના અધિકારીઓને બતાવવાનો રહેશે. RT - PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય તો કમ્પલસરી એરપોર્ટ ઉપર પેસેન્જરે પોતાના ખર્ચે RT - PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર RT - PCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે પોતાની યાત્રા કરી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. ઉપરાંત પેસેન્જરના આગમન સમયે તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેને કોરોનાના લક્ષણો દેખાશે તો તેનો RT - PCR ટેસ્ટ મુસાફરના ખર્ચે કરવામાં આવશે જેનો 800 રૂપિયા ચાર્જ લાગશે.
રેલવે દ્રારા મહારાષ્ટ્રથી આવતા પેસેન્જરે ફરજિયાત 72 કલાકની અંદર કરેલો કોરોનાનો RT - PCR રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જો 72 કલાકની અંદર ટેસ્ટ કરેલો નહીં હોય કે ટેસ્ટનો રિપોર્ટ સાથે નહીં હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તેને જ મુસાફરી કરવા દેવામાં આવશે. જ્યારે પોઝિટિવ દર્દીને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પેસેન્જરોના આગમન ઉપર સ્ક્રિનિંગની જવાબદારી સ્વીકારવી પડશે સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાનું રહેશે આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જરો માટે લાગુ પડશે.
બાય રોડ મહારાષ્ટ્રથી ગુજરાતમાં હાઇવે દ્વારા પ્રવેશતા પેસેન્જરોએ પણ 72 કલાકની અંદર કોવિડ- 19 નો RT - PCR રિપોર્ટ સાથે રાખવો પડશે. જો મુસાફર પાસે રિપોર્ટ નહીં હોય તો તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેમને તાવ સહિત કોરોનાના લક્ષણ હોય તો તેમને RT - PCR ટેસ્ટ કરાવવાનો રહેશે જેનો ખર્ચ મુસાફરે ભોગવવાનો રહેશે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે ગુજરાતમાં પ્રવેશ કરી શકશે