સુરત : બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના

દારૂ અને જુગારના અડ્ડાઓ ને લઈ બદનામ લાલગેટ પોલીસ મથકની હદમાં મધરાત્રે 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. તો નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ બાળા નરાધમના અત્યાચારથી હેબતાઈ ગઈ છે.
લાલગેટ પોલીસ મથકની હદમાં ખુલ્લેઆમ દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમતા હોય જેની સામે પોલીસ લાલ આંખ કરવાની જગ્યાએ રહેમનજર કરતી હોય જેને લઈ હાલ લાલગેટ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ફુટપાથ પર ઝુપડામાં શ્રમજીવી પરિવાર રહે છે. તેમાં 7 વર્ષની બાળકી માતા સાથે સોમવારની રાત્રે સુતેલી હતી. ત્યારે એક અજાણ્યો રાત્રે અઢી વાગે બાળકીનું મોઢુ દબાવી અપહરણ કરીને નાસી ગયો હતો. થોડા સમયમાં બાળા રડતા-રડતા ઘરે આવી હતી. તેણે માતાને તમામ હકિકત જણાવી હતી. જેથી સવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ વિસ્તારમાં સીસી કેમેરા ચેક કરતા આરોપી જમ્મુ ઉર્ફે જમીલ પઠાણની ઓળખ થઈ હતી. જમ્મુ પઠાણે 10 રૂપિયા આપીને રીતુ પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીના શરીરે બચકાંના નિશાન છે. 7 વર્ષની બાળકી ખરેખર કંઈ કહી શકતી નથી કે તેની સાથે શું થયું છે. તેથી હાલ પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને નરાધમ જમ્મુ ઉર્ફે જમીલ પઠાણને ઝઢપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.