સુરત : ભાજપ પ્રદેશ પ્રમુખના પુત્રના જન્મ દિનની જાહેરમાં ઉજવણી

કોરોનાની મહામારી વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલના જન્મ દિનની પાંડેસરામાં જાહેરમાં ઉજવણી કરાઈ હતી. જેથી લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં એક તરફ જાહેરમાં જન્મ દિનની પાર્ટી ઉજવવા પર સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકાયો છે જો કે નેતાઓ અને તેમના પરિવારજનો દ્વારા જ જાહેરનામાનો ઉલ્લંઘન કરાતુ હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલના જન્મદિનની પાંડેસરામાં ઉજવણી કરાઈ હતી. જાહેરમાં જન્મ દિન ઉજવવા પર પ્રતિબંધ હોવા છતા જીજ્ઞેશ પાટીલના જન્મ દિનની ઉજવણી કરાઈ હતી. ત્યારે આ મામલે તંત્ર દ્વારા પગલા લેવાશે કે કેમ તે તો જોવુ રહ્યું...