સુરત : ભાજપમાં ચાલતા એક હથ્થા શાસનથી નારાજ યુવા કાર્યકરો

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા એક હથ્થા સાસનથી નારાજ યુવા કાર્યકરો સહિતનાઓ હવે ભાજપને રામ રામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટીકીટ મુદ્દે અન્યાયના આક્ષેપો બાદ પાસોદરા ગામના સરપંચ સાથે 100 પેજ પ્રમુખો, 580 પેજ કમીટીના સભ્યો અને યુવા ભાજપ અગ્ણીઓએ ભાજપનો સાથ છોડી દઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાળીયાની આગેવાનીમાં ભાજપના પાસોદરા ગામના સરપંચ સાથે 100 પેજ પ્રમુખોષ 580 જેટલા પેજ કમીટીના સભ્યો અને યુવા ભાજપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થયેલા અનયાયને લઈ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. જેમાં યુવા ભાજપ અગ્રણી લાલજી ક્યાડા પણ ભાજપ છોડી આપમાં જોડાયા હતાં. સાથે હજુ પણ અનેક ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો ભાજપને છોડી આમ આદમી પાર્ટીમાં જોડાવવાના હોવાનું જણાવ્યુ હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપ દ્વારા નવા નિશાળીયાઓને ટીકીટ અપાઈ હોય જેને લઈ પાયાના કાર્યકરોમાં પ્રદેશ પ્રમુખ સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો આપમાં જોડાયા ભાજપ માટે આ ચુંટણી ખરેખર માથાના દુઃખાવા સમાન બની રહેશે તેમ લાગી રહ્યું છે.