સુરત : મ્યુકરના દર્દીઓ માટે નવી સિવિલમાં સુવિધાના નામે મીંડુ

સુરતમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હાલ મ્યુકરમાઈકોસીસમાં સપાડાયા છે ત્યારે મ્યુકરના દર્દીઓ માટે સુરત નવી સિવિલમાં વોર્ડ તો શરૂ કરાયા છે પરંતુ સુવિધાના નામે મીંડુ હોય તેમ હાલમાં પડી રહેલી ગરમીથી બચવા મ્યુકરના દર્દીઓ માટે પરિવારજનોને ઘરેથી પંખા લાવવા પડી રહ્યા છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલનો તંત્ર વારંવાર કોઈને કોઈ કારણે વિવાદમાં આવે છે. કોરોના જેવી મહામારીમાં પણ વિવાદમાં રહ્યા બાદ હાલ મ્યુકરના કહેરમાં પણ નવી સિવિલ હોસ્પિટલનો તંત્ર વિવાદમાં આવ્યો છે. જેમાં કોરોનાથી સાજા થયા બાદ મ્યુકરમાં સપડાયેલા દર્દીઓ માટે એક પંખા નિચે બે થી ત્રણ દર્દીઓ હોય જેથી ગરમીની ઋતુમાં પરસેવે રેબજેબ થતા દર્દીઓ માટે આખરે પરિવારજનોને ઘરેથી પંખા લાવવાની ફરજ પડી રહી છે. ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા તંત્રની આવી બેજવાબદારી ભરી નિતિને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે હવે જોવુ એ રહ્યું કે દર્દીઓના હિત માટે સિવિલ તંત્ર તાત્કાલિક આ સમસ્યાનો નિવેડો લાવશે કે પછી જેવુ ચાલે છે તેમ જ ચાલશે.