સુરત : મહિધરપુરા હિરા બજાર વિસ્તારમાં કોરોનાના કેસોમાં વધારો

સુરતમાં કોરોનાના વધતા કેસોને લઈ મનપા તંત્ર દ્વારા હાલ કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે મહિધરપુરા હિરા બજાર વિસ્તારમાં કોરોનાના કેસો વધતા રવિવારે વિવિધ શેરીને વાંસ અને પતરા મારી બંધ કરી દેવાઈ હતી. મહિધરપુરા વિસ્તારમાં તાવ ના દર્દીઓ વધતા લોકોમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો.
સુરતમાં કોરોના સંક્રમણ વધુ વકરી રહ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેઈન હાલ ઘાતક સાબત થઈ રહ્યું છે. ત્યારે મહિધરપુરા વિસ્તારમાં આવેલ મોટી શેરી, ભુતશેરી, નાગર શેરી, મણિયારા શેરી, વાણીયા શએરી, ગલેમંડી, મોટી શેરી, ગુંદી શેરી સહિતના નાકાઓ વાંસ અને પતરા મારે બંધ કરી દેવાયા છે. મહિધરપુરા વિસ્તારમાં હાલ આઠ થી વધુ શેરીઓને મનપા તંત્ર દ્વારા બંધ કરાઈ છે. આ વિસ્તારમાં તાવના દર્દીઓ વધતા અને નજીકની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી હોય જેને લઈ લોકોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.