સુરત : મહારાષ્ટ્રથી આવતા મુસાફરોને એન.ટી.પી.સી.આર ટેસ્ટ ફરજીયાત

સુરત રેલ્વે સ્ટેશન ખાતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને ટેસ્ટીગ વધારી દેવામાં આવ્યુ છે. અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોએ તથા સુરતથી જતા મુસાફરોએ ફરજીયાત એનટીપીસીઆર રીપોર્ટ તેનો સાથે રાખવો પડશે જો નહી હોયતો અહીયાજ કરવોપડશે પોતાના ખર્ચે.
સુરત રેલ્વે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટીગ મુસાફરોમાટે વધારી દેવામાં આવ્યુ છે તેની સંપુર્ણ તૈયારી તંત્ર દ્વારા પુર્ણ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશેમહારાષ્ટ્રથી આવતા પેસેન્જરે ફરજિયાત 72 કલાકની અંદર આવેલો કોરોનાનો RT- રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જો 72 કલાકની અંદર ટેસ્ટ કરેલો નહીં હોય કે સાથે ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. જ્યારે પોઝિટિવ પેશન્ટને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પેસેન્જરોના આગમન ઉપર તેમના સ્ક્રિનિંગની જવાબદારી ઉપાડવી પડશે. સાથે જ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પાલન કરવાનું રહેશે. આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જરો માટે લાગુ પડશે. સુરત રેલ્વે સ્ટેશન ખાતે કોરોનાના ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યુ છે.