સુરત : મહિલા કર્મી પર જ કાર ચઢાવી ભાગી છૂટેલ આરોપીની અટકાયત

રાંદેર ગોરાટ રોડ પર વાહન ચેકિંગ કરી રહેલી મહિલા પોલીસ કર્મચારીએ કાર રોકતા કાર ચાલકે મહિલા કર્મી પર જ કાર ચઢાવી ભાગી છુટ્યો હતો. જોકે પોલીસે પીછો કરી કાર રોકતા પાલિકાનો કર્મચારી હોય જેની પોલીસે અટકાયત કરી હતી.
રાંદેર ગોરાટ રોડ પર વાહન ચેકિંગમાં પોલીસે કારને અટકાવવા જતા પાલિકાકર્મીએ ફૂલ સ્પીડમાં ગાડી મહિલા પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી. મહિલા પોલીસને કચડી નાખવાના ઈરાદે ચાલક તેને કાર નીચે ઘસડી ગયો હતો એટલું જ નહીં મહિલા પોલીસ કર્મીના બંને પગ પરથી કાર ફેરવી ભાગી ગયો છૂટ્યો હતો. સદનસીબે મહિલા પોલીસનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસકર્મીએ ફિલ્મી ઢબે પીછો કરી કાર ચાલકને પકડી લીધો હતો. બનાવ અંગે મહિલા એલઆર પૂજા શંકરભાઈ રબારીએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કાર ચાલક સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. રાંદેર પોલીસે કાર કબજે કરી લીધી છે. કાર ચાલક સુરત મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો ઋતિક ઠાકોર પટેલ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.