સુરત : મહિલાના હાથમાં બાઈકરો મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા

અડાજણ નિશાલ આર્કેડ પાસેથી પસાર થતી મહિલાના હાથમાં બાઈકરો મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજ પાલ આરટીઓ પાસે આવેલ વાસુ રેસીડેન્સીમાં રહેતી ઉષાબેન રાઠોડએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ નિશાલ આર્કેડ પાસેથી પસાર થતા હતા ત્યારે એક મોટર સાઈકલ પર આવેલા બે રીઢાઓએ તેઓના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.