સુરત : યુવાનના હાથમાંથી બાઈકરો મોંઘોદાટ મોબાઈલ ઝુંટવી ભાગી છુટ્યા

ખટોદરા નવજીવન સર્કલ પાસેથી પસાર થતા યુવાનના હાથમાંથી બાઈકરો મોંઘોદાટ મોબાઈલ ઝુંટવી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મજુરાગેટ ખાતે આવેલ મુદ્રા એપાર્ટમેન્ટમાં રહેતા વીશાલ જૈનએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તે નવજીવન સર્કલથી પ્રજાપતિ બ્રહ્મકુમારી જંકશન પાસેથી પસાર થતો હતો ત્યારે એક મોટર સાઈકલ પર આવેલા બે રીઢાઓ તેઓના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.