સુરત : રાંદેર ઝોનમાં એલ.આઈ.સી.ની શાખામાં સાત કર્મચારીઓ કોરોના પોઝીટીવ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો સંક્રમણ ફરી વધી રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ નવા 69 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 53,433 થયો છે. તો શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક 1,137 છે. જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 51,907 પર પહોંચી છે. રાંદેર ઝોનમાં એલ.આઈ.સી.ની શાખામાં સાત કર્મચારીઓ પોઝીટીવ આવ્યા છે. જ્યારે એક શાળામાં પણ વિદ્યાર્થી પોઝીટીવ આવ્યો હતો.
સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી વધી રહ્યો છે. સુરતમાં રોજેરોજ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધતા હવે આરોગ્ય વિભાગ પણ સાબદુ થઈ ગયુ છે. ત્યારે મંગળવારે સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેરમાં 61 અને જિલ્લામાં 8 મળી કોરોનાના નવા 69 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 53,433 થયો છે. શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક 1,137 છે. સુરત શહેરમાંથી 44 અને જિલ્લામાંથી 6 મળી કુલ 50 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 51,907 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 389 છે. જેમાં સુરત સિટીમાં કુલ 40,315 કોરોના પોઝિટિવ કેસમાં 850 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 13,118 કોરોના પોઝિટિવ કેસમાં 287 ના મોત થયા છે. સુરત સિટીમાં 39,193 અને સુરત જિલ્લામાં 12,714 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે. તો નવા આવેલા પોઝીટીવ કેસોમાં રાંદેર ઝોનમાં એલ.આઈ.સી.ની શાખામાં સાત કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે જ્યારે ભુલકાભવન શાળાના વિદ્યાર્થીનો કોરોના પોઝીટીવ આવતા શાળાને 14 દિવસ માટે બંધ કરાઈ છે.