સુરત : લાખોની કિંમતના 187 મોબાઈલ મંગાવી તેના રૂપિયા ન આપી ઠગાઈ

નાનપુરા ખંડેરાવપુરાના યુવાને બાલાજી ટ્રેડર્સમાંથી લાખોની કિંમતના 187 મોબાઈલ મંગાવી તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકે નોંધાવવા પામી છે.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ વી.આઈ.પી. રોડ પર આવેલ વોટર્સ હિલ્સ રેસીડેન્સીમાં રહેતા સુબોધ કેજરીવાલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ અઠવા પોલીસ મથકની હદમાં આવેલ આસ્થા એપાર્ટમેન્ટમાં બાલાજી ટ્રેડર્સ નામે મોબાઈલનો વેપાર કરે છે અને તેઓ પાસે નાનપુરા ખંડેરાવપુરામાં રહેતો ઠગ આકીબ મલેક 14 લાખ 13 હજારની કિંમતના 187 મોબાઈલ નો ઓર્ડર આપી ફોન મંગાવ્યા બાદ તેના રૂપિયા ન આપી તે રૂપિયા વાપરી નાંખી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.