સુરત : વરાછા ચોકસી બજારમાં એક ઓફિસમાંથી થઇ હિરાની ચોરી

સુરતમાં રાત્રી કરફ્યુ માત્ર આમ જનતા માટે હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ચોરો પોલીસને ચોરીઓ કરી સીધો ચેલેન્જ આપી રહ્યા છે. ત્યારે વરાછા ચોકસી બજારમાં રાત્રી કરફ્યુ દરમિયાન તસ્કરોએ એક ઓફિસમાંથી હિરાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તો ચોરી કરનારાઓ સીસીટીવીમાં પણ કેદ થયા છે. હિરાની ઓફિસમાં ચાર દિવસ પહેલા જ કામે લાગેલા કર્મચારીએ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
સુરતમાં હાલ તસ્કરો બેફામ બની ગયા છે. કારણ કે રાત્રી કરફ્યુ તસ્કરો માટે જ લાગુ હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે આમ જનતા જો રાત્રી કરફ્યુ દરમિયાન બહાર રખડતી દેખાય તો પોલીસ તેઓ સામે કડક પગલા લે છે. જ્યારે ચોરોને મોકળુ મેદાન મળ્યુ હોય તેમ લાગી રહ્યું છે. વારંવાર રાત્રી કરફ્યુ દરમિયાન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તો વરાછા ચોકસી બજારની ચોરીની ઘટના સામે આવી છે. ચાર દિવસ પહેલા થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાત્રી કરફ્યુ દરમિયાન વરાછા ચોકસી બજારની એક હિરાની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતાં. અને હિરાની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. તસ્કોર ડુપ્લિકેટ ચાવી બનાવી ઓફિસમાં પ્રવેશ્યા હતાં. બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ આ મામલે દિલીપ ઓઝાએ પોતાને ત્યાં ચાર દિવસ પહેલા જ કામ પર લાગેલા પવનસિંગ ઉર્ફે બંટીસિંગ બનીયા સામે ફરિયાદ નોંધાવી છે.
વરાછામાં રાત્રી કરફ્યુ દરમિયાન થયેલી હિરાની ચોરીને લઈ હાલ તો વરાછા પોલીસ સાથે બ્રાન્ચો પણ સક્રિય થઈ છે. અને સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.