સુરત : વરલી મટકાનો જુગાર રમાડનારાઓને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા

પીસીબી પોલીસે લિંબાયત પ્રતાપ નગર ગલી નંબર 2માં થી પોલીસે મુંબઈથી ખુલતા વરલી મટકાનો જુગાર રમાડનાર ઓને ઝડપી તેઓ પાસેથી અડધા લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.
પીસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે લિંબાયત પ્રતાપ નગર ખાતે દરોડા પાડી ત્યાં ગલી નંબર 2માંથી ફોન પર મુંબઈથી ખુલતા વરલી મટકાનો જુગાર રમાડનારા ગફ્ફાર શેખ, રફીક શેખ અને સમીર ઉર્ફે લારા શેખને ઝડપી પાડ્યા હતાં અને પોલીસે ત્રણેય પાસેથી રોકડા રૂપિયા, મોંઘાદાટ મોબાઈલ ફઓન સહિતની મત્તા મળી 57 હજારથી વધુની મત્તા કબ્જે કરી ત્રણેય વિરૂદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે.