સુરત : શાળાઓની મનમાનીને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન

સુરતમાં કેટલીક શાળાઓની મનામાનીને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ બેનરો સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ પહોંચ્યા હતાં. ટી.એમ. પટેલ શાળાના સંચાલકો દ્વારા ફી વધારાની માંગ સાથે ઓનલાઈન શિક્ષણ બંધ કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચી શાળાની મનમાની વિરૂદ્ધ ઉગ્ર રજુઆતો કરી હતી.
સુરતમાં કોરોના કાળમાં પણ કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા માનવતાને નેવે મુકાઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવી શાળાઓના કારણે વાલીઓ સાથે વિદ્યાર્થીઓને પણ પરેશાની વેઠવી પડે છે. તો સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સુરતની ટી.એમ. પટેલ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ હાથમાં બેનરો સાથે પહોંચ્યા હતાં. અને રજુઆત કરી હતી કે શાળા દ્વારા હાલમાં ધોરણ 1 થી 12ના ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવાયા છે. સાથે ફી વદારા મુદ્દે શાળા દ્વારા ઓનલાઈન ક્લાસ બંધ કર્યા હોય જેનો વિરોધ કરીયે છે.
હાલ તો કોરોના કાળમાં પણ ટી.એમ. પટેલ જેવી શાળાના સંચાલકો દ્વારા ફી વધારાની માંગ કરાઈ રહી હોય અને તેને લઈ વિદ્યાર્થીઓને અભ્યાસથી પણ વંચિત રખાતા હોય જે ખરેખર અમાનવિય વાત કહેવાય ત્યારે આવી શાળા સામે તાત્કાલિક જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક પગલા લેવા જોઈએ તેવી માંગ વાલીઓ દ્વારા કરાઈ હતી.